છોટી કાશી “જામનગર” ને આંગણે ભવ્ય ઉત્સવ : અનેક સંતો, ધર્મગુરુઓ રહેશે હાજર
આગામી 5 મે 2025ના રોજ ભૂમિપૂજન સાથે બ્રમ્હચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે. વિષ્ણુના છટ્ઠા અવતાર એવા “પરશુરામ ભગવાન”નું ભવ્યાતિભવ્ય મંદિર જામનગર નજીક દરેડ ગામે આવેલ “તક્ષશિલા સંકૂલ” ખાતે નિર્માણ કરવામાં આવશે. દ્વારકા શારદા પીઠાધિશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના કરકમલોથી આગામી તા. ૦૫ મે ૨૦૨૫ ના વૈશાખ સુદ અષ્ટમીના શુભ મુહૂર્તે કરવામાં આવશે. આ પ્રસંગે સકળ ભૂદેવોની “બ્રમ્હચોર્યાસી”નું પણ આયોજન કરવામાં આવશે.
આ ભૂમિપૂજન કાર્યક્રમ અંગે તાજેતરમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીએ મુહૂર્ત જણાવતા તક્ષશિલા પરિવારના કાર્યકરોને આ ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ કાર્યમાં સક્રિય થવા આહવાન કરેલ છે. તેમજ ભૂમિપૂજન ઉત્સવ ને દિવસે સમસ્ત બ્રમ્હસમાજની બ્રમ્હચોર્યાસી નું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે સમગ્ર દેશભરમાંથી અનેક સંતો, મહંતો, ધર્માચાર્યો, કથાકારો, સમાજના આગેવાનો, વડીલો અને ઊભરતા યુવા તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહેશે. વિશાળ સમિયાણા સાથે આ ભૂમિ પૂજનમાં દિવ્યતાના દર્શન થશે. તાજેતરમાં આ મંદિરના નિર્માણકાર્ય માટે “પરશુરામ ભગવાન” ની જન્મભૂમિ જાનાપાઉં (મધ્ય પ્રદેશ)થી રજકુંભ લાવી સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ સમૂહો સાથે સંકલન કરી આ મંદિરનું નિર્માણ કાર્ય ત્વરિત પૂર્ણ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ તક્ષશિલા પરિવારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech